SA31
Jump to navigation
Jump to search
| ટેક - મહા આનંદ આપણને થાય છે જો, પ્રભુ ઇસુ તણા લોહીથી સફાઇ છે જો. | |
| ૧ | પૂરી પ્રીતિમાં જે માણસ જાય છે જો; તેનાં પાપો કૃપાએ ધોવાય છે જો. –મહા. |
| ૨ | તેની વાણી મઘૂરી સંભળાય છે જો; આવો દુઃખી આનંદ પૂરી અહી છે જો.-મહા. |
| ૩ | ઝરો પૂરો અહિયાં ઉભરાય છે જો; તે તો ઇસુ જગતનો રાય છે જો. –મહા. |
| ૪ | સર્વ સંકટમાં તેની સહાય છે જો; તેની શકિતથી શત્રુ સંતાય છે જો. –મહા. |