17

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૧૭ – યહોવા પાળક

૧૭ – યહોવા પાળક
યહોવા છે મારો, પરમ પ્રભુ જે પાળક મહા !
પડે ના તેથી કૈં, અછત મુજને કો દિન, અહા !
ખવાડે, સુવાડે, અહરનિશ લીલાં બીડ મહીં,
પીવા દોરી જાયે, નીલ શીતળ ને શાંત જ તહીં.
વળી આત્મા માંહે, અજબ ભરતો તાજગી વિભુ !
ચલાવે સન્માર્ગે, નિજ પરમ નામે મુજ પ્રભુ.
કદી મૃત્યુખીણે, વિકટ , વસમી વાટ વિચરું,

તહીં તું સાથે છે,

મન મહીં ધરી ધૈર્ય, ન ડરું.
નિહાળે શત્રુઓ, મુજ પ્રતિ સહુ તીવ્ર નજરે,
છતાં મારે માટે, પ્રભુ પીરસતો ભોજન ખરે !
પ્રભુ ! તેં ચોળ્યું છે, પ્રીતથી મુજને અત્તર શિરે !
અતિ હર્ષે આજે, મુજ હ્રદય પ્યાલો જ ઊભરે !
નકી આવે સાથે, જીવનભર કૃપા , સુજનતા,
પ્રભુના નિવાસે, રહું સુખી સહુ કાળ વસતા.

Phonetic English

17 – Yahova Palak
1 Yahova che maaro, param prabhu je palak maha !
Pade na tethi kain, achat mujne ko din, aha !
2 Khavaade, suvaade, aharnish lila bid mahi,
Piva dori jaaye, nil shital ne shant j tahin.
3 Vali atma maanhe, ajab bharato taajagi vibhu !
Chalave sanmaarge, nij param naame muj prabhu.
4 Kadi mrutyukhine, vikat, vasami vaat vichrun,
Tahin tu saathe che, man mahi dhari dhairya, na daru.
5 Nihale shatruo, muj prati sahu tivr najare,
Chata maare maate, prabhu pirasato bhojan khare !
6 Prabhu ! Te cholyu che, preetathi mujne attar shire !
Ati harshe aaje, muj hriday pyaalo j ubhare !
7 Naki aave saathe, jeevanbhar krupa, sujanata,
Prabhuna nivase, rahu sukhi sahu kal vasata.

Image

Media - Composition By : Late Mr. ManuBhai Rathod


Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bhimpalasi