136

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૧૩૬ - આકાશગમન કેમ થયું એ અદૂભુત ધટના સાંભળો

૧૩૬ - આકાશગમન કેમ થયું એ અદૂભુત ધટના સાંભળો
ગુરુ શિષ્ય મળ્યા છે સંઘાતે,
ગુરુ તણી વિદાયગીરી માટે,
એક ઊંચા પહાડ પર એકાંતે.
આકાશગમન!
ગુરુ દર્શન દઈ સંશય ટાળ્યા,
ગુરુ આશિષ દઈ ઉત્તર વાળ્યા,
સહુ શિષ્યોએ નજરે ભાળ્યા.
આકાશગમન!
ગુરુ સ્વર્ગ ઉપર લઈ લેવાયા,
ગુરુ આંખ થકી અદશ્ય થયા,
સહુ શિષ્યો બિચારા તાકી રહ્યા.
આકાશગમન!
એક દૂત કહે, શું તાકી રહ્યા?
એ ગુરુ ગગનની પાર ગયા!
તવ ગગનમાં જયકાર થયા.
આકાશગમન!

Phonetic English

136 - Aakaashagaman Kem Thayu Ae Adhbhut Ghatnaa Saambhalo
1 Guru shishya malyaa che sanghaate,
Guru tani vidaaygiri maate,
Ek unchaa pahaad par aekaante.
Aakaashagaman!
2 Guru darshan dai sanshay taalyaa,
Guru aashish dai uttar vaalyaa,
Sahu shishyoae najare bhaalyaa.
Aakaashagaman!
Guru swarg upar lai levaayaa,
Guru aankh thaki adrishy thayaa,
Sahu shishyo bichaaraa taaki rahyaa.
Aakaashagaman!
4 Ek doot kahe, shu taaki rahyaa?
Ae guru gaganani paar gayaa!
Tav gaganamaa jaykaar thayaa.
Aakaashagaman!

Image


Media - Composition By : Late Mr. ManuBhai Rathod