3
3 – પ્રભુને આમંત્રણ
૧ | પધારો પ્રભુજી, સભામાં પધારો, | સભાની મહીં અગ્રસ્થાને બિરાજો, | |
તમારા કૃપાળુ કરોને પ્રસારો, | અમારાં મહા દુ:ખ સંધાં નિવારો. | ||
૨ | પધારો, પ્રતાપી પ્રભુજી, પધારો, | અમારી વિનંતી બધી ઉર ધારો, | |
અમોને સુણાવો સુબોધ તમારો, | કરો સાહ્ય આશિષ આપી હજારો. | ||
૩ | પધારો, સુપ્યારા પ્રભુજી, પધારો, | અમારી બધી સેવના તે સ્વીકારો, | |
નથી અન્ય કો પાપથી તારનારો, | અને સ્વર્ગની વાટમાં દોરનારો. | ||
૪ | પધારો, સ્વયંભૂ પ્રભુજી પધારો, | અમારાં રુદિયાંની માંહે બિરાજો; | |
ધરો તાજ શિરે, કરો રાજ સ્થાયી, | સુમુદ્રા તમારી જ સ્થાપી સદાઈ. |