26

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૨૬ – રાજાને ભજો

૨૬ – રાજાને ભજો
રે ! ભજો રાજન મહાન મહિમાવાન,
પાડ માની સહુ જન, ગાવ પ્રીતિ બળવાન;
તે છે, આપણી ઢાલ ખાસ, રક્ષક સનાતન,
તેનો તેજસ્વી વાસ, ગવાય નિત કીર્તન.
રે ! કહો તેની શક્તિ, ગાવ કૃપાનાં ગીત,
તે છત્રપતિ, ઘરે પ્રકાશ નિત;
ક્રોધરૂપ તેના રથ ને ગર્જના વાદળમાંય,
પાધરો તેનો પથ આંધીના અંધારમાંય.
ખૂબી છે અકળ અવનિ પર અપાર,
દર્શાવે તુજ બળ સર્જેલ આ સંસાર;
છે તુજ ફરમાન જેમ છે દઢ તે સ્થપાયેલ,
પરિવેષ્ટિત તેમ છે સાગર વીંટળાયેલ.
તુજ સંભાળ ઉદાર કો'થી ન થાય બ્યાન,
દે છે, મઝેદાર હવા, ઉજાસ, દાન;
પર્વતનાં ઝરણ કરે સપાટ, રસાળ,
ભરે તે ભરણ દઈ ઓસ ને મેહ નિર્મળ.
ભૌતિક જાણે ભાસ પામર પાપી જાત,
તુજ પર છે વિશ્વાસ, નિભાવ આપી હાથ
કોમળ દયા મોત લગ ટકે તુજ દ્વારા,
સર્જક, રક્ષક, તારક, ને દોસ્ત અમારા.


Phonetic English

26 – Raajane Bhajo
1 Re ! Bhajo raajan mahaan mahimavaan,
Paad maani sahu jan, gaav priti badvaan;
Te che, aapni dhaal khaas, rakshak sanatan,
Teno tejasvi vaas, gavaay nit kirtan.
2 Re ! Kaho teni shakti, gaav krupana geet,
Te chatrapati, ghare prakaash nit;
Krodharoop tena rath ne garjana vaadadmaay,
Paadharo teno path aandhina andhaarmaay.
3 Khoobi che akad avani par apaar,
Darshaave tuj bad sarjel aa sansaar;
Che tuj farmaan jem che dadh te sthapaayel,
Pariveshtit tem che saagar vintadaayel.
4 Tuj sanbhaad udaar ko'thi na thaay byaan,
De che, majhedaar hava, ujaas, daan;
Parvatna jharan kare sapaat, rasaad,
Bhare te bharan dai os ne meh nirmad.
5 Bhautik jaane bhaas paamar paapi jaat,
Tuj par che vishwaas, nibhaav aapi haath
Komad daya mot lag take tuj dwaara,
Sarjak, rakshak, taarak, ne dosta amaara.