|
ગઝલ
|
કર્તા :
|
દાનિયેલ ડાહ્યાભાઈ
|
૧
|
પ્રભુ, તેં દુ:ખ સહ્યાં શાં શાં, કથું તેમને ક્યાં ક્યાં !
|
|
જણાવું ધૈર્ય તુજ ક્યાં ક્યાં, ગણાતું તુજ વિપત કયાં કયાં ! પ્રભુ.
|
૨
|
જકમ પગ હાથના તારા, બતાવું તેહ ક્યાં, પ્યારા,
|
|
"યહૂદીનો જુઓ રાજા," લખાવું લેખ એ ક્યાં કયાં ! પ્રભુ.
|
૩
|
સખત શિર તાજ કાંટાનો બતાવું કયાં હું ત્રાતાનો,
|
|
મધુર મુજ પર તમાચાનાં પડયાં ચાઠાં બતાવું કયાં ! પ્રભુ.
|
૪
|
વધો મુખ વેણ તું જે જે જણાવું ક્યાં જઈ તે તે,
|
|
લીધાં શિર પાપ પાપીનાં ગવાડું ગીતમાં ક્યાં ક્યાં ! પ્રભુ.
|
૫
|
કઠિન ઘા જેહ ભાલાનો, બતાવું ક્યાં વહાલાનો,
|
|
ખમ્યા તેં કોરડા જ્યાં જ્યાં ગણાવું સોળ તે ક્યાં ક્યાં ! પ્રભુ.
|
૬
|
પ્રભુ, મુજ કાજ વીંધાયું, અરે નિર્દોષ તુજ હૈર્યું,
|
|
ગયાં પાપો બધાં મારાં વહ્યાથી સક્તની ધારા ! પ્રભુ.
|
૭
|
નજીક થઈ રે જનારા તુંમ, નજરમાં કંઈ નથી આ શું !
|
|
રુદન ગીત દુ:ખનું તારા, હ્રદય ગાતું ફરે ક્યાં ક્યાં ! પ્રભુ.
|
૮
|
અનુપમ પ્રેમ કર્યો ત્રાતા, જણાવું જગતમાં ક્યાં ક્યાં,
|
|
સહ્યાં તેં દુ:ખ અતિ ઝાઝાં, વિગત વાંચું બધી ક્યાં ક્યાં ! પ્રભુ.
|