18
૧૮ – યહોવા મારો પાળક છે
| ૧ | મારો પાળક દેવ છે, અછત કદી નહિ થાય; |
| લીલે બીડે તે મને સુવાને લઈ જાય. | |
| ૨ | શાંત નદીના તીર પર, દોરે ઝાલી હાથ; |
| મારો જીવ દિને દિને, બળ પકડે સાક્ષાત્. | |
| ૩ | સત્ય તણો જ્યાં પંથ છે, ત્યાં જ ચલાવે પાય; |
| એવું દેવ કરે સદા, નામ તણે મહિમાય. | |
| ૪ | મોત તણી છાંયે થઈ, મારે ફરવું થાય; |
| તેવા ભયની ખીણમાં, બીક ન જાણું કાંય. | |
| ૫ | કાંકે તું મુજ પાસ છે, દૂર નથી કો વાર; |
| તુજ સોટી ને લાકડી, દિલાસો દેનાર. | |
| ૬ | મારું ભોજન સિદ્ધ પણ વૈરી સમ્મુખ થાય; |
| માથે ચોળે તેલ તું, મુજ પ્યાલું ઊભરાય. | |
| ૭ | જીવનના દિન સર્વમાં, પ્રેમ, દયા મુજ પાસ; |
| ઈશ્વરમંદિરમાં સદા, હું રાખું મુજ વાસ. |
Phonetic English
| 1 | Maro palak dev che, achat kadi nahi thay; |
| Lile bide te mane suvaane lai jaay. | |
| 2 | Shaant nadina tir par, dore jhali haath; |
| Maro jeev dine dine, bal pakade sakshat. | |
| 3 | Satya tano jya panth che, tyan j chalave paay; |
| Aevu dev kare sada, naam tane mahimaay. | |
| 4 | Mot tani chaanye thai, maare pharavu thaay; |
| Teva bhayni khinma bik na jaanu kaay. | |
| 5 | Kaanke tu muj pas che, dur nathi ko vaar; |
| Tuj soti ne lakadi, dilaso denar. | |
| 6 | Maru bhojan siddh pan vairi sammukh thaay; |
| Maathe chole tel tu, muj pyaalu ubharaay. | |
| 7 | Jeevanana din sarvama, prem, daya muj pas; |
| Ishwarmandirma sada, hu rakhu muj vaas. |
Translation
This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.
| 1 | My shepherd is God, I shall never lack; |
| In green pastures He leads me to lie down. | |
| 2 | Beside the quiet river, He leads me holding my hand; |
| My soul day by day, truly gains strength. | |
| 3 | Where the path of truth is, there He guides my feet; |
| Such does God always, for the glory of His name. | |
| 4 | In the shadow of death, I may have to walk; |
| In such a valley of fear, I know no dread at all. | |
| 5 | For You are near me, never far away; |
| Your rod and Your staff, are the givers of comfort. | |
| 6 | My meal is prepared also before my enemies; |
| You pour oil on my head, my cup overflows. | |
| 7 | In all the days of life, love and mercy are with me; |
| In the house of God always, I will make my dwelling. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Late Mr. Johnson Daniel