427: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૪૨૭ - વર્ષની સમાપ્તિ તથા શરૂઆત વિષે == {| |+૪૨૭ - વર્ષની સમાપ્તિ તથા શર...")
(No difference)

Revision as of 22:40, 3 August 2013

૪૨૭ - વર્ષની સમાપ્તિ તથા શરૂઆત વિષે

૪૨૭ - વર્ષની સમાપ્તિ તથા શરૂઆત વિષે
ચોપાઈ
કર્તા: થોમાભાઈ પાથાભાઈ
વર્ષ હવે આ પૂરું થાય, જીવન જોતાં જોતા જાય,
તે ઉપરથી લઈએ બોધ, વર્ષ નવામાં સતની શોધ;
ઈશ્વરનો માનો આભાર, આખું વર્ષ થયો આધાર,
વેળા વેળે આપ્યું અન્ન, તૃપ્ત કર્યું છે સહુનું મન.
આત્માને પણ આત્મિક અન્ન, સૌ કરતાં એ અદકું ધન,
જે કંઈ આફત આવી શિર ખાળીને બહુ આપી ધીર;
અગણિત ઈશ્વરના ઉપકાર કીધા તેણે વારંવાર,
તે સંભારી તેને કાજ જીવન અર્પો તેને આજ.
વર્ષો વીતી કેવાં જાય, આયુષ્ય સહુનું ઓછું થાય,
નાનાં મોટાં ઘરડાં થાય, મરણ તણે સહુ કાંઠે જાય;
જીવન ધૂમર જેવું જાણ, તાપ પડે કે નહિ એધાણ,
સહુનું જીવન જગમાં શેષ, માનો ઈશ્વરનો ઉપસેશ.
વર્ષ નવું જે બેસે કાલ તેમાં ઈશ્વર અમને પાળ,
ઈસુની જે રુડી ચાલ તેમાં સહુનાં પગલાં વાળ;
પહોળો રસ્તો તજવા નિત પાપવિકારો પર દે જીત,
જીવનનો જે રસ્તો તંગ નિત્ય નિભાવવા રહેજે સંગ.