374: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૩૭૪ - આનંદના કારણો == {| |+૩૭૪ - આનંદના કારણો |- |ટેક: |આનંદ ઉર છે રે મુજને ..." |
(No difference)
|
Revision as of 05:33, 3 August 2013
૩૭૪ - આનંદના કારણો
| ટેક: | આનંદ ઉર છે રે મુજને મળિયો તારણહાર; |
| મારા નાથની રે કરુણા થઈ છે અપરંપાર. | |
| ૧ | ભવસાગરમાં રે મારું નાવ થયો તે નાથ; |
| દીઠો દૂબતો રે પ્રભુએ ઝાલ્યો માારો હાથ. | |
| આનંદ. | |
| ૨ | પાપ નિવારિયાં રે પ્રભુએ મુજ પર આણી રે'મ; |
| જીવન આપિયું રે પ્રભુએ મુજ પર રાખી પ્રેમ | |
| આનંદ. | |
| ૩ | દેવ દયાળુએ રે મુજને કરિયો તેનો બાળ; |
| રાખે પ્રેમથી રે એ તો નિત મારી સંભાળ. | |
| આનંદ. | |
| ૪ | પ્રભુએ આપિયો રે મુજને આદિતનો શુભ વાર; |
| સેવાભક્તિના રે આપ્યા ધારા રાખી પ્યાર. | |
| આનંદ. | |
| ૫ | ગ્રંથ દીધો મને રે તે તો મુજ અજવાળા માટ; |
| થઈને ભોમિયો રે એ તો દેખાડે છે વાટ. | |
| આનંદ | |
| ૬ | સ્વર્ગી વાટમાં રે મારો કેવો રૂડો સાથ; |
| પ્રીતિ દોરશે રે મુજને હેતે મારો નાથ. | |
| આનંદ. | |
| ૭ | અંતે આપશે રે મુજને સ્વર્ગભુવનમાં વાસ; |
| સ્વર્ગી ધામમાં રે ઈસુ મારો છે ઉલ્લાસ. | |
| આનંદ. |