SA9
| ૧ | મનડે રહેજો રે ઇસુ, તારાં શુભ શુભ ગીતો ગાઇશું. |
| ૨ | પ્રેમ સંભારી રે તારો, આત્મા હરખે છે બહું મારો. |
| ૩ | કોણ દયાળુ રે તુજ જેવો, મરતાં પ્રાણ બચાવે એવો. |
| ૪ | પાપી કાજે રે આવ્યો, નહીં કોઇ આવ્યો છે તુજ જેવો. |
| ૫ | તું તો પુણ્યનો રે ભંડાર, તારી દયા તણો શો પાર. |
| ૬ | તારક આવ્યો રે દ્વારે, તેને નિરાશ તું નહિ કાઢે. |
| ૭ | વેણ દયાનાં રે બોલે, “પાપો નાખો મારે ખોળે.” |
| ૮ | આજ્ઞા ખ્રિસ્તની રે પાળો, ત્યારે મુક્તિ માર્ગે ચાલો |