SA389
| ટેક : ત્રાતા મને વહાલો લાગે, ત્રાતા વહાલો લાગે. | |
| ૧ | ઇસુનું નામ કેવું મધુર, સિપાઇને લાગે છે! સંતાપ ટાળે, ઘાઓ રૂઝવે, ને બીક નસાડે છે. |
| ૨ | સમુ કરે ઘાયલ હદય, દુઃખી મન કરે શાંત, ને ભૂખ્યા જીવ તેથી ધરાય, થાકેલાને નિરાંત. |
| ૩ | નામ ઇસુ મારો ગઢ, આધાર, મુજ ઢાલને આશ્રય સ્થાન છે મારો એ અખૂટ ભંડાર, કૃપા, પ્રીત મૂલ્યવાન. |
| ૪ | અધુરા છે મારા વિચાર, ને ઠંડો મારો પ્રેમ, પણ તને હું જોઉં જે વાર, હું ભજુ જોઇએ તેમ. |
| ૫ | જ્યાં સુધી જીવું જગતમાંય, તુજ પ્રીતનાં ગાઉં ગાન. ને મારું મરણ જયારે થાય, તાજની પામે મજ પ્રાણ. |