98

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૯૮ - ગેથસેમાને બાગમાંનું હ્રદયદ્રાવક દ્રશ્ય

૯૮ - ગેથસેમાને બાગમાંનું હ્રદયદ્રાવક દ્રશ્ય
રાગ : ભૈરવી
કર્તા : આર. કે. પાન્થ
આસપાસ ભલી વૃક્ષલતા જ્યાં, ખ્રિસ્ત ગુરુવર ધ્યાન ધરે,
જેનું મન ઈશ્વરમાં મ્હાલે, જે મનવાંછિત પૂર્ણ કરે;
એવા સ્થાન વિશે માનવને, નૌતમ મીઠપ બોધ મળે,
વૃથા ગયાં જીવન તે નરનાં, જેનાં હ્રદયો ના પલળે !
જ્યાં પરિશ્રમથી સ્વેદ રક્તનાં, વહી શ્રવે પુલકે પુલકે,
જ્યાંથી પૂર્ણી પરાક્રમ પામે, સંતો અમી શાં અણખૂટયે;
શોણિતની એ ઝરતી ધારે, આશિષવૃષ્ટિ મળે મળે !
વૃથા ગયાં જીવન તે નરનાં, જેનાં હ્રદયો ના પલળે !
સ્વર્ગભુવનનો રાજ વિધાયક, હ્યાં કંઈ કંઉ ઉર કષ્ટ કરે,
જેને ના કંઈ ખોટ કશાની, તે દીન મુખે દ્રવે અરે !
અનાદિ, અનંત, અમર, અધિષ્ઠાતા, પરાંગ થઈ પ્રભુતા પરહરે!
વૃથા ગયાં જીવન તે નરનાં, જેનાં હ્રદયો ના પલળે !
"જાગૃત હો ઓ બાન્ધવ મારા ! આ છેલ્લી પળના ત્યજશો,"
"નિદ્રાથી શત્રુદળ સ્હામે, સ્થિર કદાના રહી શકશો;"
"દિવ્ય પિતાને સ્મરજો વ્હાલા ! તેનો આશરો પળે પળે,"
"વૃથા ગુમાવી અણમૂલી પળ, રડશોના જઈ સ્થળે સ્થળે!"

Phonetic English

98 - Gethasemaane Baagamaanu Hrudaydraavak Drashya
Raag : Bhairavi
Kartaa : R. K. Paanth
1 Aaspaas bhali vrukshalataa jyaa, khrist guruvara dhyaan dhare,
Jenu man Ishwaramaa mhaale, je manavaanchit purna kare;
Aevaa sthaan vishe maanavane, nautam mithap bodh male,
Vruthaa gayaa jeevan te naranaa, jenaa hrudayo naa palale !
2 Jyaa parishramathi sveda raktanaa, vahi shrave pulake pulake,
Jyaathi purni paraakram paame, santo ami shaa ankhutaye;
Shonitani ae jharati dhaare, aashishavrushti male male !
Vrutha gayaa jeevan te naranaa, jenaa hridayo naa palale !
3 Swargbhuvanano raaj vidhaayak, hyaan kai kai ur kasht kare,
Jene naa kai khot kashaani, te din mukhe drave are !
Anaadi, anant, amar, adhishthaataa, paraang thai prabhutaa parahare!
Vrutha gayaa jeevan te naranaa, jenaa hrudayo naa palale !
4 "Jaagrut ho o baandhava maaraa ! A chelli palanaa tyajasho,"
"Nidraathi shatrudal sahame, sthir kadaanaa rahi shakasho;"
"Divy pitaane smarajo vahalaa ! Teno aasharo pale pale,"
"Vruthaa gumaavi anamuli pal, radshonaa jai sthale sthale!"

Image

Media - Composition By : Late Mr. ManuBhai Rathod

Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Piloo