9
૯ – પ્રાર્થનાનો વખત
|
ટેક : |
આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે, |
| ભક્તિ થકી શક્તિ મળે, ઈસુ દે છે. | |
| ૧ | જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે; |
| તેનું પાણી પીઓ તેની તરસ મટે છે. | |
| ૨ | જીવનની રોટલી આકાશમાંથી આવી છે; |
| તેને ખાઘે ભૂખ ભાગે, મન ઘરાશે. | |
| ૩ | હે પ્રભુ ઈસુ, તારા જેવા કરજે; |
| પાપ થકી છોડાવીને નવો જન્મ દે. | |
| ૪ | ઈશ્વરને સ્તવો ! મને મળી મુક્તિ; |
| મારા ખ્રિસ્તે તેના રક્તે તાર્યો પાપથી. |