236
૨૩૬ - નોતરું
ભુજંગી | |
કર્તા: | થોમાભાઈ પાથાભાઈ |
૧ | બીમારી અમારી ગઈ ખ્રિસ્તનાથી, મળ્યો છુટકારો મહા તાપમાંથી; |
ઝરો ખ્રિસ્ત છે, જીવતું નીર વ્હે છે, પીધાથી બીમારી સદા દૂર રહે છે. | |
૨ | નથી આવતું દામ તેનું લીધામાં, દયાથી મળે, પાપીઓ, લ્યોપીધામાં; |
બીમારી અમારી ગઈ તે પીધાથી, નીરોગી અમે સૌ થયાં એ કીધાથી. | |
૩ | વૃથા જે ઉપાયો બધા દૂર નાખો, નીરોગી થવા જીવતું નીર ચાખો; |
મટે તૃષ્ણા એ પીધાથી તમારી, વિનંતી તમોને ઘણી છે અમારી, | |
૪ | વિચારો હ્રદે, કે'ણ માનો અમારું, ભલું તો થશે ખ્રિસ્તથી બહુ તમારું; |
તમારા જીવો છે વિના નીર સૂકા, તમારા જીવો છે વિના ભક્ષ ભૂખા. | |
૫ | ઈસુ ખ્રિસ્ત છે એકલો તારનારો, ઈસુથી મળે પાપીને છુટકારો; |
વસીલો થયો માનવીનો દયાથી, મળે છુટકારો સમીપે ગયાથી. |
Phonetic English
Bhujangi | |
Karta: | Thomabhai Pathabhai |
1 | Beemaari amaari gai Khristnaathi, mahdyo chhutakaaro maha taapamaathi; |
Jharo Khrist chhe, jeevatu neer vhe chhe, peedhaathi beemaari sada door rahe chhe. | |
2 | Nathi aavatu daam tenu leedhaama, dayaathi mahde, paapio, lyopeedhaama; |
Beemaari amaari gai te peedhaathi, neerogi ame sau thaya e keedhaathi. | |
3 | Vratha e upaayo badha door naakho, neerogi thava jeevatu neer chaakho; |
Mate trushna e peedhaathi tamaari, vinanti tamone ghahni chhe amaari, | |
4 | Vichaaro hrade, ke'hn maano amaaru, bhalu to thashe Khristathi bahu tamaaru; |
Tamaara jeevo chhe vina neer sooka, tamaara jeevo chhe vina bhaksh bhookha. | |
5 | Isu Khrist chhe ekalo taaranaaro, Isuthi mahde paapine chhutakaaro; |
Vaseelo thayo maanaveeno dayaathi, mahde chhutakaaro sameepe gayaathi. |
Image
Media - Traditional Tune - Bhoojangi Chhand
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Late Mr. ManuBhai Rathod