221
૨૨૧ - બાઈબલનાં વચનો
થાટ ભૈરવી. માલકોષ. તીન તાલ | |
કર્તા: | જયવંતીબહેન જે. ચૌહાન. |
ટેક: | વંદન, પ્રભુજી, હોજો અમારાં, આપ્યાં અદ્ભુત વચનો તમારાં. |
૧ | વચન તમારાં દીવડા સમ જે, |
જીવનકેરો પથ અજવાળે; | |
હરર્દમ જ્યોતિ ઉર ઉજાળે, | |
પ્રભુજી, પ્રભુજી, હોજો અમારાં. | |
૨ | મધુકોષ કરતાં અતિ મધુરાં, |
લાગે દિલને તે સુન્યારાં; | |
સ્વાદ સદાયે માણો, પ્યારાં, | |
પ્રભુજી, પ્રભુજી, હોજો અમારાં. | |
ર | કંચન કરતાં કિંમતવાળાં, |
રૂપા કરતાં શાં રઢિયાળાં; | |
મૂલવો, રે સૌ, આ મૂલવાળાં, | |
પ્રભુજી પ્રભુજી, હોજો અમારાં. | |
૩ | આત્મા કેરી આ છે તલવાર, |
જીવન જંગે વિજય દેનાર; | |
રક્ષણ દે એ વાટ બતાવનાર, | |
પ્રભુજી પ્રભુજી, હોજો અમારાં. |
Phonetic English
Thaat Bhairavi. Maalkosh. Teen taal | |
Karta: | Jayvantibahen J. chauhaan. |
Tek: | Vandana, prabhuji, hojo amaaraan, aapyaan adbhut vachano tamaaraan. |
1 | Vachan tamaaraan deevad sam je, |
Jeevanakero path ajavaale; | |
Harardama jyoti ur ujaale, | |
Prabhuji, prabhuji, hojo amaaraan. | |
2 | Madhukosha karataan ati madhuraan, |
Laage dilane te sunyaaraan; | |
Svaad sadaaye maano, pyaaraan, | |
Prabhuji, prabhuji, hojo amaaraan. | |
2 | Kanchan karataan kinmatavaalaan, |
Roop karataan shaan vadhiyaalaan; | |
Moolavo, re sau, aa moolavaalaan, | |
Prabhuji prabhuji, hojo amaaraan. | |
3 | Aatma keri aa chhe talavaar, |
Jeevan jange vijay denaar; | |
Rakshan de e vaat bataavanaar, | |
Prabhuji prabhuji, hojo amaaraan. |
Image
Media - Traditional Tune
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Late Mr. ManuBhai Rathod