| ૧
|
સહુ છીએ આપણે નાનાં બાળ, નિરુપાય, નબળાં ને કંગાળ;
|
|
|
શું કરી શકીએ ઈસુ માટ, જે મોટો, મહિમાવંત સાક્ષાત ?
|
|
|
| ૨
|
ઈસુના બાળને શિરે રોજ ઘણો છે ઉપાડવાનો બોજ;
|
|
|
યુદ્ધ છે કરવાનું પાપની સાથ, એ બધું છે ત્રાતાને માટ.
|
|
|
| ૩
|
ગુસ્સા ને ગર્વના વિચાર ઊઠે છે જ્યારે દિલ મોઝાર,
|
|
|
જીભ ઉપર આવે સખત વાત ને આંખો કરે અશ્રુપાત.
|
|
|
| ૪
|
ત્યારે તે દાબીએ વિચાર, સુવાક્યનો કરીએ ઉચ્ચાર;
|
|
|
વદીએ જીભે મીઠી વાત, તે સર્વ કરીએ પ્રભુ માટ.
|
|
|
| ૫
|
પ્રેમાળુ તથા હસતું મુખ બધાંને આપે ઘણું સુખ;
|
|
|
મોં ઉપર દેખોએ ચળકાટ, આ બધું કરીએ ઈસુ માટ.
|
|
|
| ૬
|
હોય નાનું અથવા મોટું બાળ, સ્તંભ ઊંચકવો જોઈએ સહુકાળ;
|
|
|
સ્તુતિ ને પ્રીતિનાં જે કામ તે કરી શકે ઈસુ નામ.
|