393
૩૯૩ - ઔકય વિષે
| ૧ | એકપણાનું બંધન રૂડું, એ તો ટકશે સાચું; |
| બીક વિના રે કામ ચલાવે, કંઈ નહિ રાખે કાચું. | |
| ૨ | એકપણું તો સૌમાં શોભે, સૌથી ઉત્તમ લાગે; |
| એ આભૂષ્ણ જેને ઉરે તેનાં દુ:ખડાં ભાગે. | |
| ૩ | અંગ તણા તમ અવયવ ભાળો, એકપણાએ ચાલે; |
| તનને સુખ દેવાને કાજે કેવો આશ્રો આલે ! | |
| ૪ | એકપણામાં મત જો પેઠો, વેરી ફાવી જાશે, |
| ભાઈપણામાં વેર કરાવી, અંતે ખુશી થાશે. | |
| ૫ | રે, હે જગના ત્રાતા ઈસુ, ઐક્ય જ અમને દેજે; |
| એકપણામાં રહીએ માટે, અમ મધ્યે તું રહેજે. |