391
૩૯૧ - ઈસુનું આમંત્રણ
| ૧ | ખ્રિસ્ત બોલાવે, આપણ સૌને, ભવસાગરે હોય આંધી; |
| સાદ ઈસુનો પડે કાને, શિષ્યો, ચાલો પાછળ મારી. | |
| ૨ | ખ્રિસ્ત બોલાવે, આપણ સૌને, છોડો માયા સંસારી; |
| વ્યર્થ સૌ વાનાં, ભજો શાને ? ખ્રિસ્તને સ્તવો, નરનારી. | |
| ૩ | દુ:ખ ને સુખમાં, કામ, આરામમાં, બોલાવે તે સર્વદા; |
| પ્રિય અમને જે કંઈ સૌમાં, ચાહો મુજને હર હંમેશ. | |
| ૪ | ખ્રિસ્ત બોલાવે ! અજબ દયા ! ત્રાતા, માનીએ તુજ વાણી; |
| અર્પતાં અંતર, પ્રેમે આજે, કરીએ, કરીએ સેવા તુજ ન્યારી. |