૧
|
જ્યારે યુદ્ધ કઠણ લાગે ને વેરી કરે જોર,
|
|
ઈસુ, થકે આગેવાન ને અમને આગળ દોરે;
|
|
જોખમવાળી જગાઓમાં તને ઝાલીશું,
|
|
ચિંતા તજી તારી પાછળ ચાલીશું.
|
|
ટેક:
|
પાછળ, પાછળ, તારી પાછળ ચાલીશ,
|
|
સૌ જગા, જ્યાં હોય ત્યાં, પાછળ ચાલીશ હું;
|
|
પાછળ, પાછળ, તારી પાછળ ચાલીશ,
|
|
જ્યાં જ્યાં દોરી લેશે, પાછળ ચાલનાર છું.
|
|
૨
|
નમૂનો તેં આપ્યો અમને ભારે કષ્ટ વેઠી,
|
|
માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી;
|
|
તારો નમૂનો લઈને આજ્ઞા પાળીશું,
|
|
પ્રીતિ થકી તારી પાછળ ચાલીશુ.
|
|
૩
|
કેવળ મોંની પ્રીતિ અમે કરવાનાં નથી,
|
|
કામ અમારું જોઈ બીજા પૂરશે શાહેદી;
|
|
દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું,
|
|
દુ:ખ વેઠીને તારી પાછળ ચાલીશું.
|