310
૩૧૦ - પ્રાર્થના
| ૧ | સુણ પ્રાર્થ, પ્રભુ, તુજ દાસ તણી, મુજ ઉપર રાખ કૃપા જ ઘણી. |
| ૨ | મુજ પાપ બધાં હર પ્રેમ થકી, મુજ સંતરમાં ભર જ્ઞાન નકી. |
| ૩ | મુજ અંતર તો વટળી જ ગયું, મુજ અંતરમાં બહુ પાપ રહ્યું. |
| ૪ | મુજ ઉપર, હે પ્રભુ, રાખ દયા, તુજ આગળ મેં મુજ પાપ કહ્યાં. |
| ૫ | કર માફ, પ્રભુ, મુજ પાપ બધાં, જગતારક ખ્રિસ્ત તજું ન કદા. |