149
૧૪૯ (ક) - તારનારની સ્તુતિ
| ૮, ૬ સ્વરો | |
| "O for a thousand tongues to sing" | |
| Tune: | Axmon or Evan, C.M. |
| કર્તા: | ચાલ્ર્સ વેસ્લી, |
| ૧૭૦૭ -૮૮ | |
| અનુ. : | આનંદરાવ બી. શાસ્ત્રી |
| ૧ | અરે હજારો જીભોથી સ્તુતિ ખ્રિસ્તની ગાઉં; |
| મહિમા અને કૃપા તેની હું સદા દેખાડું. | |
| ૨ | હે મારા કૃપાળુ ધણી, મારી મદદ તું કર, |
| કે ફેલાવું તારી વાણી આખા જગત ઉપર. | |
| ૩ | ઈસુનું નામ મટાડે છે સઘળાં અમારાં દુ:ખ; |
| પાપીઓને તે આપે છે તારણ ને અનંત સુખ. | |
| ૪ | પાપની ફાંદાથી ઈસુએ અમને છોડાવ્યાં છે, |
| ને બધા દુષ્ટ પાપીઓને તે શુદ્ધ કરે છે. | |
| ૫ | તેની વાણી આંભળો, બ્હેરાં, રે મૂંગા, ગાઓ ગીત ! |
| રે આંધળાં, જુઓ, ને લૂલાં, હર્ષે કૂદો ખચીત ! |
૧૪૯ (ખ) - તારનારની સ્તુતિ
| ૮, ૬ સ્વરો | |
| "O for a thousand tongues to sing" | |
| Tune: | Axmon or Evan, C.M. |
| કર્તા: | ચાલ્ર્સ વેસ્લી, |
| ૧૭૦૭ -૮૮ | |
| અનુ. : | આનંદરાવ બી. શાસ્ત્રી |
| ૧ | રે ! હું હજારો જીભોથી સ્તુતિ ખ્રિસ્તની ગાઉં; |
| મહિમા ને તેની કૃપા શી ! ગાતો સર્વત્ર જાઉં. | |
| ૨ | હે મારા કૃપાળુ તારનાર, મારી મદદ તું કર, |
| કે ફેલાવું તુજ પ્રેમ અપાર આખા જગત ઉપર. | |
| ૩ | ઈસુનું નામ છે ભય હરનાર મટાડે રોગ ને દુ:ખ; |
| પાપીના કાનને મિષ્ટ રણકાર, દે ત્રાણ ને અનંત સુખ. | |
| ૪ | પાપની બળથી ને બંધનથી ઈસુ દે છુટકારો; |
| ને બધા દુષ્ટ પાપીઓને તે શુદ્ધ તે છે કરનારો. | |
| ૫ | તેની વાણી આંભળો, બે'રાં, રે મૂંગા, ગાઓ ગીત ! |
| રે આંધળાં, જુઓ, ને લૂલાં, હર્ષે કૂદો ખચીત ! |