118

From Bhajan Sangrah
Revision as of 19:32, 29 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૧૮ - જ્યારે થંભે ધ્યાન ધરું== {| |+૧૧૮ - જ્યારે થંભે ધ્યાન ધરું |- | |દોહર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૧૮ - જ્યારે થંભે ધ્યાન ધરું

૧૧૮ - જ્યારે થંભે ધ્યાન ધરું
દોહરા
(રાગ : ધર્મ વિચારો રે ઘર થકી)
કર્તા : આઈઝેક વાઁટ્સ, ૬૭૪-૧૭૪૮
અનુ: સીમોન ગણેશભાઈ
જ્યારે એ થંભે ધ્યાન ધરું, મર્યો ગૌરવી રાય,
અલભ્ય લાભ તોટો ગણું ગર્વ સર્વ તુચ્છ થાય. જ્યારે.
મારા પ્રભુના મૃત્યુ વિણ કરું ગર્વ ન કાંય,
અર્પી દઉં બધું યજ્ઞ પર ઠાલા મોહ સંધાય. જ્યારે.
હાથે પગે વહે શિરેથી ભળી ભળીને સાથ,
કેવાં વહી રહ્યાં એ જુઓ પ્રેમ, શોક સંગાથ. જ્યારે.
પ્રેમ એવા, એવા શોકનો સુણ્યો સુભગ મિલાપ?
કે કદી કાંટયે ગૂંથ્યો અમૂલ મુગટ આપ. જ્યારે.
હોત સામ્રાજ્ય આ સૃષ્ટિનું ચરણે ધરવા અઘાટ,
અર્પણ બને એ જૂજવું પ્રેમ પ્રભુના સાટ. જ્યારે.
પ્રેમ અજબ આવો દિવ્ય તે માગે મારું તમામ,
અર્પું જીવાત્મા સર્વ મમ તે તો અલ્પ જ નામ. જ્યારે.