351

Revision as of 20:27, 15 March 2026 by AI (talk | contribs) (Add/update Translation section)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૩૫૧ - આશીર્વાદો ગણો

૩૫૧ - આશીર્વાદો ગણો
આશીર્વાદો ઘણા મળે છે નિત નિત,
માટે આભાર માનતાં ગાઓ હોંસથી ગીત;
શક્તિ, બુદ્ધિ, સમજણ પ્રભુએ આપી,
સંભાળે છે તમને શાંતિમાં સ્થાપી.
ટેક: આશીર્વાદો મળ્યા તમોને,
સંભારીને ગણો એક એકને;
પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી
અજાયબ બહુ લાગશે, થશે મન ખુશી.
તમ પર પ્રભુની છે દયા, કૃપા, પ્રીત,
થાય છે પ્રગટ તે સૌ વાતોમાં ખચીત;
તે તમારી ગરજ પૂરી પાડે છે,
ખોરાક, વસ્ત્રો અને પાણી આપે છે.
કરે છે બાપ આગળ ઈસુ મધ્યસ્થી,
તમને ખોટ કંઈ પડશે કદી નહિ તેથી;
મનમાં વસીને ચલાવવાને બધું
દેવનો આત્મા આવ્યો, તેથી અધિક શું?

Phonetic English

351 - Aasheervaado Gano
1 Aasheervaado ghana male chhe nit nit,
Maate aabhaar manta gaao hosthi geet;
Shakti, budhi samjan prabhu ye aapi,
Sambhale che tamne shaantimaa sthaapi.
Tek: Aashirvado malya tamone,
Sambhaareene gano ek ekne;
Prabhu ye je karya te badha ganavaathi
Ajaayab bahu lagshe, thashe man khushi.
2 Tam par prabhuni che daya, krupa, preet,
Thay che pragat te sau vaatoma khacheet;
Te tamaari garaj poori paade chhe,
Khoraak, vastro ane paani aape chhe.
3 Kare chhe baap aagal Isu madhyasthi,
Tamane khot kai padashe kadi nahi tethi;
Manamaa vaseene chalaavavaane badhu
Devano aatma aavyo, tethi adhik shu?


Translation

This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.

351 - Count Your Blessings
1 Many blessings are received day by day,
Therefore thankfully sing with courage;
Strength, wisdom, and understanding the Lord has given,
He cares for you, establishing you in peace.
Refrain: The blessings you have received,
Remember and count them one by one;
By counting all that the Lord has done
It will seem very wonderful, the heart will be glad.
2 Upon you are the Lord's mercy, grace, and love,
They are surely revealed in all things;
He supplies your needs,
He gives food, clothing, and water.
3 Jesus intercedes before the Father,
Therefore you will never suffer any lack;
To dwell in the heart and guide everything
The Spirit of God has come, what more than this?


Image

 

Media - Hymn Tune : Excell


Media - Hymn Tune : Excell - By Rev.Stavan Christian & Sharon Christian

Chords

    G             C      
1.  આશીર્વાદો ઘણા મળે છે નિત નિત,
    D                 C    G
    માટે આભાર માનતાં ગાઓ હોંસથી ગીત;
    G                    C
    શક્તિ, બુદ્ધિ, સમજણ પ્રભુએ આપી,
    D                C G
    સંભાળે છે તમને શાંતિમાં સ્થાપી.
    G          C
ટેક: આશીર્વાદો મળ્યા તમોને,
    C         D
    સંભારીને ગણો એક એકને;
    G          D
    પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી
    C                  D   G
    અજાયબ બહુ લાગશે, થશે મન ખુશી