20

Revision as of 04:37, 25 July 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૨૦ – ઈશ્વર આપણી સહાય== {| |+૨૦ – ઈશ્વર આપણી સહાય |- |૧ |ઈશ્વર, ગતકાળમાં થય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૨૦ – ઈશ્વર આપણી સહાય

૨૦ – ઈશ્વર આપણી સહાય
ઈશ્વર, ગતકાળમાં થયો સા'ય, ભવિષ્યની છે આશ;
તોફાનમાં પણ તું છે આશ્રય, ને સ્વર્ગમા અનંત વાસ.
તારી ગાદીની છાયામાંય રે'શે નિર્ભય તુજ ભક્ત;
અમારી બચાવ પૂરતો છે, છે તારો હાથ સશક્ત.
પૃથ્વીને રચી તે પે'લાં યા પા'ડ થયેલ ઉત્પન્ન,
અનાદિ કાળથી તું ઈશ્વર, અનંતકાળ સુધી પણ.
તુજ દષ્ટિમાં વરસ હજાર, એક રાતના જેવાં છે;
જેમ રાત જતી રે' પ્રભાતે તેમ તે પણ એવાં છે.
કાળ વે'તી નદીના પૂર્ પેઠે લોકો તાણી જાય છે;
સવારે સ્વપ્ન ભુલાય તેમ તેઓ મરી જાય છે.
ઈશ્વર ગતકાળમાં થયો સા'ય, ભવિષ્યની છે આશ;
દોરના અમારો થા સદાય ને સ્વર્ગમાં અનંત વાસ.