SA504

From Bhajan Sangrah
Revision as of 11:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA504)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મારું શોભિતું શોભિતું ઘર, મારું શોભિતું શોભિતું ઘર,

જ્યાં ઇસુ છે બેસનાર રાજ્યાસન ઉપર,
ને દુત જયવાન, ગાએ છે ગાન,
મારું ઘર છે, ત્યાં મારું ઘર છે ત્યાં

જગ ઉપરથી ઊઠાડી મન, આકાશમાં એકઠું કરું ધન,

ને ઇસુ પર લગાડું ધ્યાન, મારું ઘર છે ત્યાં મારું ઘર છે ત્યાં.

જયાં વહે છે જીવતો, ઝરો ને વસે જયવાન શૂરવીરો,

ને સૌ આપે છે દેવને માન, મારું ઘર છે ત્યાં મારું ઘર છે ત્યાં.

સંદેહ ને શોક ને દુઃખથી દૂર, જયાં સદાકાળ છે સુખ ભરપૂર,

ને છે બહુ રળિયામાણું સ્થાન,મારું ઘર છે ત્યાં, મારું ઘર છે ત્યાં.