SA496

From Bhajan Sangrah
Revision as of 11:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA496)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પ્રભુ વર કન્યાને દેજે આર્શીવાદ !

આવો, આવો, બધા લોકો કરો હર્ષનાદ;
આ લગ્રમાં ઇસુ પોતે છે મહેમાન,
જેટલાં ચ્હાય તેઓ અહીં પામી શકે મુકિતદાન.

રે કા’ના ગામમાં ધૂમધામમાં લગ્ર થયું શુભ,

ને સગાં વ્હાલાં ભેગાં થઇ હરખાયાં ખૂબ;
ત્યાં ઈસુ તથા તેની માતા હાજર પણ થયાં,
શિષ્યો સાથે વર કન્યાને આપવા ધન્યતા.

આ કાના ગામમાં વરકન્યાનાં કોણ જાણે છે નામ,

પણ દ્રાક્ષારસ ખુટી ગયો ત્યારે બોલી મરિયમ;
“ રે દિકરા રસ તો ખૂટી ગયો કરજે તું ઉપાય,”
ને દાસોને તે કે’ છે કે "તમે પણ કરો સહાય."

રે ધન્ય છે વરકન્યાને ધન્ય છે લગન !

કેમકે પ્રભુ તો પોતે તે પર થયો તો પ્રસત્ર ,
ને આ લગન પણ એવું થાય કે,જગને તારવા કાજ,
આ વર કન્યાને આશીર્વાદ ને આનંદ મળે આજ.