SA472

Revision as of 22:17, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA472)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ઊઠયા ઈસુ ઘોરથી, જય પોકારો જોરથી,

ખુશનુમા પ્રભાતમાં ,ઉરે આનંદ માય ના,
પાપી બચી જાય હા.

દૂર ચાલી પાપ રાત, આજ ઊગી છે પ્રભાત,

એ પ્રભાત જીવનમાં, ઉમંગે ઉજવાય હા,
હૈયાં તો હર્ખાય હા.

સંભળાએ હર્ષનાદ, જાય સઘળો વિખવાદ,

માનવને દૂતો પણ ગાય, જય જય હાલેલૂયા!
ખ્રિસ્ત સજીવન થાય હા,

આપણો આકાશી બાપ, પ્રેમ જેમાં છે અમાપ,

પાપી જગના તારણ કાજ,સ્તંભ પર જડાય હા,
ને સજીવન થાય હા,

આવજો રે પાપીઓ, લાવજો સૌ સાથીઓ ,

તારણની વેળા છે હાલ, અવસર વીતિ જાય ના,
ચૂકે તે પસ્તાય હા.