SA393

From Bhajan Sangrah
Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA393)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મુજે દેવ, તારી પાસે,વધુ પાસે,

જો સ્તંભ ઉપાડીને, પાસે લાવે;
તો પણ મુજ ગીત થાશે, લાવ મને તુજ પાસે,(૨) વધુ પાસે.

જો કે ભૂલો પડું, સૂરજ ડૂબાય,

ચોફેર થાય અંધારું, શિલા સુવાય;
તો પણ સ્વપ્નમાં દેવ, લાવ મને તુજ પાસે,(૨)વધુ પાસે.

આકાશનું દર્શન થાય, સ્વર્ગી સીડી,

મન મારું શુદ્વ રખાય, તુજ કૃપાથી;
દૂતો તેડી જશે, દેવ મને તુજ પાસે (૨) વધુ પાસે.

જાગતાં મુજ વિચારો, માનથી ભરેલ,

મુજ કપરા દુઃખમાંથી,સ્થાપીશ બેથેલ;
એમ સંકટને ત્રાસે, લાવ મને તુજ પાસે,(૨) વધુ પાસે.

જ્યારે જાઉં ઊડી, ગગનની માંય,

ભાણ,ચાંદ,તારા વટી,ઉપર ઉડાય;
ત્યારે એજ ગવાશે,લાવ મને તુજ પાસે, (૨)વધુ પાસે.