SA318

From Bhajan Sangrah
Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA318)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
છે જયનો દિવસ આવનાર, થોડા દિવસ પછી,

દરેક દેશ ઇસુ તારનાર, ભણી આવશે નકકી;
છીએ ફોજમાં સિપાઇઓ, લડીશું મોત સુધી,
છે જયનો દિવસ આવનાર જલ્દીથી.

ઇસુ કાજ લડતા રહેજો, હે ખ્રિસ્તના સિપાઇઓ,

ધજાને ઊંચી કરજો, અપમાન ન થવા દો;
જ્ય પામીને જય પામવા, તે ફોજને લઇ જશે,
જ્યાં સુધી ખ્રિસ્તને માનવા, સૌ સૃષ્ટિ ખુશ થશે.

ઇસુ કાજ લડતા રહેજો, સાંભળો તેની આજ્ઞા,

આ ભારે યુદ્ધમાં લડજો, આ તેના દિવસમાં,
ઓ સૌ શૂરવીરો આવજો, શત્રુને હરાવવા,
સૌ મનમાં હિંમત ધરજો, ને બળવાન રહો સદા.

ઇસુ કાજ લડતા રહેજો, બળ તેનાથી રહો સ્થિર,

દૈનિક શકિતથી હારશો, તથા થશો દિલગીર;
મુક્તિનાં હથિયાર પહેરો, પ્રાર્થના કાજ જાગૃત રહો,
પોતાની ફરજ માની જ્યાં જોખમ હોય ત્યાં જાઓ.