SA312

Revision as of 23:16, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA312)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સૌને જીતવા સેના લડે, દેવની આગળ જગત પડશે.

તો વગર ભય, જઈ યુદ્ધની માંય, અમે નાસી જવાના નથી.
કેમ, કદી નહિ નાસશો ? કદિ નહિ નાસીશું.
કેમ, કદી નહિ નાસશો ? કદિ નહિ નાસીશું.
પણ વગર ભય, જઇ યુદ્ધની માંય અમે નાસી જવાના નથી.

જગ તારવાની ઇચ્છા રાખી, દુશ્મન પર છે પ્રીતિ !

સ્થિર રહીશું સૈ થાક ખમી, અમે નાશી જવાના નથી.

તોડીશું પાપના મજબૂત ગઢ, ઇસુની વાત માની,

શત્રુની થશે હાનિ અમે નાસી જવાના નથી.

પાપ રૂપી દૈ તનો લઇશું જાન, પવિત્ર બળ થકી,

દેવ સાથે છીએ શકિતમાન, અમે નાસી જવાના નથી.

આગળ ચાલીશું ધજા તળે ઈસુનું રાજ સ્થાપી,

ખ્રિસ્ત જેવા મોત લગ જઈશું ઠેડ, અમે નાસી જવાના નથી.