SA305
| ૧ | સ્થિર થાઓ ઇસુના પક્ષમાં,રે સ્તંભના યોદ્ધાઓ, મુકિતની ધજા ઊચકો, સામા છે વેરીઓ; |
| ૨ | સ્થિત થાઓ ઇસુના પક્ષમાં, જંગનો સૂણો પોકાર, ચાલો આ મોટા યુદ્ધમાં ખ્રિસ્તનો કરો પ્રચાર; |
| ૩ | સ્થિર થાઓ ઇસુના પક્ષમાં, તેનાજ બળથી ભરપૂર, તે પર ભરોસો રાખો, પોતે અશકત જરૂર; |
| ૪ | સ્થિર થાઓ ઇસુના પક્ષમાં, યુદ્ધ થશે ટૂંક ખચીત, આજ તો લડાઇનો નાદ છે, કાલે જીતનારનું ગીત; |