SA270

Revision as of 23:16, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA270)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પવિત્ર આત્મા આવીને, તારો વાસો અહીં કર,

અમારી સેવામાં પ્રભુ, તું તારી શક્તિ ભર.

અગ્નિ રૂપે તું આવીને, અર્પણ બળે છે જેમ,

અમારાં તન, મન થવા દે, ત્રાતાને માટે તેમ.

ઝાકળની પેઠે વરસીને, કર લીલું મારું મન,

સૌ જડતા કાઢી લઈને, ઉગાવ મહા આનંદ.

કબૂતર પેઠે આવીને, પ્રેમ,શાંતિ પાંખ ફેલાવ,

ને સૃષ્ટિના સૌ લોકોને, સ્વર્ગ લોકો સમ બનાવ.

પ્રકાશ રૂપે તું આવીને, ન્યૂનતા સંતાપ બતાવ,

ને દોર એ જીવનના પંથે, જ્યાં ન્યાયીઓ સૌ જાય.