SA243
| ૧ | હું અચસ્ત પામીને ઉભો છું, જોઇને પ્રીત સાગર વિશાળ, ને શાંતિની લહેર તે પર થઇ, મન મારામાં આવે છે હાલ. |
| ૨ | હું મનમાં સાફ થવા તરફડયો, માગીને પવિત્રાઈનું દાન, પણ તરફડાટ જયારે બંધ કર્યો, ખ્રિસ્તે દીધી શાંતિ મહાન. |
| ૩ | ઇસુએ મારો રોગ મટાડયો, કહીને કે તું સાજો થા, હું તેના શુદ્ધ ઝભ્ભાને અડકયો, ને શાંતિ આવી મારામાં. |
| ૪ | મજ શાંતિનો સરદાર આવે છે, તે મજ પર મલકાવે છે મોં; તે પ્રેમ થકી હાલ મને કહે છે, મજ શાંતિ પામીને શાંત હો! |