SA208

From Bhajan Sangrah
Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA208)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
દેવના હલવાન મારાં પાપ માથે લેનાર,

તારી પાછળ લાગે છે મજ આત્મા;
જેમ જળને કાજ રાન મધ્યે હરણ તરસે,
તેમ તલપે છે મુજ જીવ તુજ કાજ જીવનદાતા,
ટેક- તુજ પગે નમુ મારું સૌ સોંપુ,
દુઃખ વેઠવા કે મરવા મજ વિંધેલ પ્રભુ કાજ.

પાપે મને તારાથી હાંકી કાઢયો,

મન મારામાં ઘોર અંધારુ લાવી;
તજી તે પાપ, કાજે આવતાં રોકાયો,
ફરીથી આવું છું .પામવા મુકિત પૂરી.

આભથી ઉત્તર, હે મારા જીવના પ્રીતમ,

મારા તલપનાર મનમાં ગાદી કર;
સવારને કાજ તેમ તારે કાજ રાહ જોઉં છું;
મારા ત્રાતા વિના શાંતિ નથી મળનાર.

આવ શુદ્વ આત્માતુ અદ્‌ભુત શકિત દઇને,

નષ્ટ કરજે પાપ, આપસ્વાર્થ ને અભિમાન;
આગરૂપ થઇ મજ મૂર્તિઓનો નાશ કર,
મન સાફ કર કે તેમાં ઇસુ થાય બિરાજમાન.