SA178
| ટેક : શુદ્ધતા પામવાને તમે આવો આ વારી, આવો આ વારી તમે આવો આ વારી, | |
| ૧ | શોધી જૂઓને શુદ્ધતાને પ્રીતે, ફાંદારૂપ પાપને છોડોને ચિત્તે, પ્રીતે ચિત્તે આપને નકારી |
| ૨ | છૂટા થાઓ ને સંદેહથી તરજો, પાપરૂપી જડને હાલ દૂર કરજો, તરજો કરજો હવે તૈયારી. |
| ૩ | વિશ્વાસ કરોને ચિત્તથી એકજ, પામોને પૂર્ણતા પ્રેમ ને નેકજ, એકજ નેકજ છેકજ સારી. |
| ૪ | હુકમ તેના પ્રેમથી માનો, ઉપયોગે લાવો દેવનાં દાનો. માનો દાનોને વાપરી વિચારી. |