SA177

Revision as of 23:16, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA177)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ટેક : મેં તો ઇસુને તન ને મન સોંપી દીધાં જે થાય તે થાય.
પ્રથમ મનમાં બીક લાગે, લોકો મારા વિષે શું કહે ?

વચન આપુંતો કેમ પળાય ? પણ ઇસુની વાત તો નહિ ટળાય.

સગાં સ્નેહી જો તજે, પ્રભું મારો મિત્ર થશે,

સંકટ આવે તો કરશે સહાય, મને નહિ મૂકે તે સદાય.

પરીક્ષણ મજ પર જોર કરે, દેવ ત્યારે મને હાથ ધરે,

મારાથી જે કરાવવા ચહાય, તે હું કરીશ ગમે તે થાય.

ઇસુ મદદ કરશે ખચીત, પરીક્ષણ પર પમાડશે જીત,

પાપોના જડનો કરશે ક્ષય, શેતાન પર આપશે પૂરો જય