SA124

Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA124)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ટેક - આવો રે આવો વિશ્ચાસયી, આ લોહીના ઝરામાં

તે થકી તમારું હદય, બરફના જેવુ શુદ્ધ થશે.

મારાં પાપ સૌ ગયાં છે, તેઓનું નથી નિશાન,

કલંક સૌ ઘોવાયાં છે, લોહીમાં કરીન સ્નાન.

જુઓ લજ્જા બીકનો ભાર તેમાં ડૂબી જાય છે,

ચિંતા બદલે સુખ અપાર, હવે મનની માંહે છે.

લાલચ લોભ રહેતાં નથી જગનું દ્રવ્ય ઘૂળ જેવું,

વધસ્તંભમાં છે ખુશી, આથી મોટું સુખ કેવુ?

વૈરીથી હું નહિ ડરું યુદ્ધ કરવાની છે ઇચ્છા,

બળ ઇસુથી પામું છું, નાહીને આ ઝરામાં.