SA99

Revision as of 23:16, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA99)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

હે ખ્રિસ્ત મહાપ્રીત તારી, કયારે જીતશે મને ?
આત્મા મારો તને મળી, કયારે શાંતિ પામશે.

નાશાથી તારવા મને, તેં તજ્યું સઘળું સુખ,

મેળવાવા મજ ગુણહીન મનને, સહ્યાં સંકટ ને દુઃખ,

જીતવાને મન મારું દેવ પોતે થયો નર,

ને તેણે ક્રુર મરણ સહ્યું મજ કાજ વધસ્તંભ પર,

તો તન મન સોંપવાને, હું કેમ લગાડું વાર

આ જગથી જુદો થવાને, તુ સહાય કરે હે તારનાર,

હુ્‌ શરણ થાઉ છુ. હારીને લાગુ પાય,

પ્રેમ તારો જયવાન છે ઇસુ, હું કરીશ તું જે ચહાય.