SA51
| ટેક - ઇશ્વરનો અવતાર રે તારવા આવીયો. | |
| ૧ | તમોને સભંળાવું રે, સારો સમાચાર; પ્રભુ ઇસુ સૈા પાપીઓને, તારશે જો. |
| ૨ | વધસ્તંભે ઇસુ, સઘળા કાજ મુઓ; પાપ તમારાં તે તો સૈા લઇ લેશે જો. |
| ૩ | હે પૃથ્વીના લોકો રે સઘળા સાંભળો; ઇસુ વિના તો નથી કોઇ તારનાર જો. |
| ૪ | મોટા પહાડ સમાન તો હતાં પાપ મારાં; માફ કીધાં છે સઘળાં તે ઇસુએ જો. |
| ૫ | ઇસુની પાસે જે પાપી આવે છે; તેનો તે અંગીકાર નિશ્વે કરે જો. |