SA14

From Bhajan Sangrah
Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA14)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ટેક - હવે ઇસુ દે છે મુક્તિ, પાપીને તે બચાવે છે.
પાપી ઉંમર જાય છે વીતિ, જાગ રે મરણ પાસે છે;

હાલ છે વેળા શોચ કરવાની, પછીથી તું નિરાશ થશે.

જેને લીધે તું ધન કમાએ. કામમાં કંઇ આવનાર નથી;

મા, મિત્ર તું જે વારે મરશે. ત્યારે સહાય કરનાર નથી.

માલ મિલ્કત, તારી હવેલી, બીજા લોકો ખરીદ કરશે;

બહાર તને ઉજ્જડ જગ્યાએ, એકલો લઇ જઇ છોડશે.

આવજે પાપી ઇસુની પાસે, તારા આત્માને તારશે

પાપ તજીને વિશ્વાસ રાખજે, દંડથી તે ઉગારશે