SA9

Revision as of 23:16, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA9)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
મનડે રહેજો રે ઇસુ, તારાં શુભ શુભ ગીતો ગાઇશું.
પ્રેમ સંભારી રે તારો, આત્મા હરખે છે બહું મારો.
કોણ દયાળુ રે તુજ જેવો, મરતાં પ્રાણ બચાવે એવો.
પાપી કાજે રે આવ્યો, નહીં કોઇ આવ્યો છે તુજ જેવો.
તું તો પુણ્યનો રે ભંડાર, તારી દયા તણો શો પાર.
તારક આવ્યો રે દ્વારે, તેને નિરાશ તું નહિ કાઢે.
વેણ દયાનાં રે બોલે, “પાપો નાખો મારે ખોળે.”
આજ્ઞા ખ્રિસ્તની રે પાળો, ત્યારે મુક્તિ માર્ગે ચાલો