140
૧૪૦ - ખ્રિસ્તનું પુનરાગમન
ઝૂલણા વૃત્ત | |
કર્તા : | એલિશા ઈ.શાસ્ત્રી |
ટેક: | ખ્રિસ્ત તો આવશે વાર નહિ લાગશે, ભેટવા વાટ જો ભ્રાત મારા. |
૧ | હોય નિશા ઘણી ઘોર બિહામણી, આવતાં ભાણને ભોમ પાસે; |
એમ સૌ ભ્રષ્ટતા ચાલતી હાલની, જાણીને જાગવું દેવદાસે. | |
૨ | જિંદગી જાય વેગથી આપણી , લાગ છે સેવનો એટલામાં, |
કાળને કામમાં લાવવા ભૂલ મા, દિલથી ખ્રિસ્તની રાહ જોતાં, | |
૩ | શાસ્ત્રમાં વાંચતાં નીરખો વાક્યને, કોલ આપે પ્રભુ આવવાનો; |
કેમ કે લોક મારા બધા ત્યાં રહે, જ્યાં રહું આપ ત્યાં મુજ દાસો. | |
૪ | આભમાં ફૂંકશે દૂત રણશિંગડું, જાગશે સંત સૌ તે જ વારે; |
દોડશે હર્ષથી ભેટવા નાથને, સૌ મૂઆ જીવતા એક હારે. | |
૫ | તે સમે વિપત્તિ લોકને બહુ થશે, જે કદી ન થઈ, ન થવાની; |
કાળ બિહામણો લાગશે તે સમે, દુ:ખ ને મારથી થાય હાનિ. | |
૬ | બુદ્ધિ ને ન્યાયથી ચાલવું આ જગે, ગળવી ભક્તિમાં જિંદગાની, |
તો પછી ખ્રિસ્તને ભેટતાં ભાવથી બીક તો લેશ નહિ લાગવાની. |
Phonetic English