SA57
| ટેક - તારા સિવાય કોણ મારો ખ્રિસ્ત મસિહા સંસાર કિનારે ઉતારી તારજે નૈયા. | |
| ૧ | મોહે ભરેલી દુનિયા મજને ભમાવે છે, પાપે ભરેલી દુનિયા મજને ડૂબાડે છે, |
| ૨ | સારા વિચારો મજના શેતાન બગાડે, સૌ મેલી તાલાવેલી અંતરમાં જગાડે, |
| ૩ | સંસારના સૌ લાભો શાંતિ ન પમાડે, સંસારના કુમાર્ગો મજ દુઃખ ન મટાડે, |
| ૪ | મુજ દેહનાં સૌ કામો બહું જોર ચલાવે, વિવિધ રૂપો ધારી આશાઓ બતાવે, |
| ૫ | વિકરાળ મોરચાઓ ચોમેર જમાવે, સંહાર રિપુ કરવા અનલ પ્રજાળે, |
| ૬ | થઇ ઢાલ મારી પ્રભુ તું, મુજને બચાવે, બંધન બધાં તું તોડી સુપંથે ચલાવે. |