SA390
| ટેક : પ્રિય નામ !કેવું મિષ્ટ! જગની આશ ને સ્વર્ગનો હર્ષ. પ્રિય નામ! કેવું મિષ્ટ! જગની આશ ને સ્વર્ગનો હર્ષ. | |
| ૧ | ઇસુ નામ સંગ લેતા જજો, હે સૌ દુઃખી ને લાચાર; તેથી આનંદ ને દિલાસો,તમને મળશે રે આપાર. |
| ૨ | ઇસુ નામ સાથ રાખજો સદા, દરેક ફાંદાથી તારશે, તે નામ લઇ કરજો પ્રાર્થના, જ્યારે પરિક્ષણ આવે. |
| ૩ | આહા, પ્રિય નામ ઇસુનું,તેથી મન ઉલ્લાસી થાય, તેના પ્રેમી હાથમાં રહું, હર્ખથી તેનાં ગીતો ગાઇ. |
| ૪ | ઇસુ નામની કરી નમન, તેને પાયે લાગીશું, “જય, જય! રાજાઓના રાજન,” સ્વર્ગી દેશમાં ગાઇશું |