ધીરો મીઠો પ્રેમી અવાજ,

પ્રભુ ઇસુનો કોઈ સાંભળો આજ.
સૂણો કરતો મધુર રણકાર,
ઠોકી રહ્યો છે કોઇનું હૃદય દ્વાર.

છે કોઇ હૈયું ગમગીન બનેલું,

જગ ચિંતાના ભારે ભરેલું,
ઘા રૂઝવવા હૃદયના તમામ
પ્રભુ ઈસુ આપશે સ્વર્ગીય બામ.

છે કોય આંખો આંસુ ભરેલી,

વા’લાથી તરછેાડાએલી;
પ્રભુ ઇસુના વિંધાએલ હાથ,
એકેક આંસુને લંછશે આજ.

કોણ તરછોડે આ પ્રેમી અવાજ,

કોણ તરછોડે આ વિધાએલ હાથ;
ના, ના, એમ કરો નહિ કોઈ,
છેલ્લો ટકોરો કદાચ આ હોય.