ઇસુને બાળો વહાલાં છે, સોડમાં લીધાં તેણે.

તેઓ પર તે માયાળુ છે, ને ચાહે છે તેમને ,

ઇસુને બાળો વહાલાં છે, સંભાળે છે તેમની અર્જ,

જે તેની પ્રાર્થના કરે છે, સારે છે તેમની ગર્જ.

ઇસુને બાળો વહાલાં છે, ભુખ્યાંને દે છે અન્ન,

ને જેઓ દુ : ખિયારાં છે, તેમને કરે મહાન.

ઇસુને બાળો વહાલાં છે, જેઓને લાગે બીક,

તેઓ પર તે દયાળુ છે, રહે છે તેમની નજિક.

ઇસુને બાળો વહાલાં છે, જે મુક્તિ પામે હાલ,

અજવાળામાં તેની સાથે, રહે સ્વર્ગે સદાકાળ.