SA293
| રાગ : જગતત્રાતા તારણદાતા ટેક : જાગો જાગો લડવા લાગો, ફોજનો ધર્મ એ છે. | |
| ૧ | શેતાન લોકોને ભમાવે, ખોટી આશાઓ રખાવે, લોકને સત્ય વાત ન ભાવે, નાશમાં જાય છે ;-જાગો. |
| ૨ | ઇસુ ખ્રિસ્તની વાત સમજાવો, સાક્ષી આપી ગીતો ગાઓ, લોકને તારવા કષ્ટ ઉઠાવો, ઇસુ સાથે છે ;-જાગો. |
| ૩ | સૌની પાસ કરાવો નેકી, ઇસુ ખ્રિસ્તની ઉપર ટેકી, સૌ ફુટેવો વેગળી ફેંકી, નકકી જય મળશે;- જાગો. |
| ૪ | ઊંચી કરો ફોજની ધજા, વધારો પ્રભુની પ્રજા, તજી દઇ મોજ ને મઝા, ઇસુને લીધે; -જાગો. |
| ૫ | ખ્રિસ્તે પોતે દુ:ખ ઉઠાવ્યું, મિત્ર થઇને શિર આપ્યું, લોહી તેનું વહેવડાવ્યું, સૌને તારે છે ;-જાગો. |
| ૬ | ધીર ધીરને સૌ લડો, શત્રુ શેના ઉપર પડો, આગળ જુઓ આપણેા વડો, ઇસુ પોતે છે;-જાગો. |