SA251
| ૧ | પ્રભુ મારી જિંદગી લે, સદા અર્પિત થાય તને; દરેક દિવસ, દરેક પળ, તને સ્તવું નિરંતર. |
| ૨ | લેજે મારા હાથ ને પાય, તારી ઇચ્છા કરવા ધાય; કરવા તારું ઉત્તમ કામ, સંભળાવવાને તારું નામ. |
| ૩ | મારી વાણો વાપજે, પાપીઓને તારવાને; મારા હોઠ પવિત્ર કર, તારા વચનો થી ભર. |
| ૪ | પ્રભુ લેજે મારુ ધન, તને સોંપું આખું મન; મારી વિચાર શકિત લે, તારા કામમાં વાપરજે. |
| ૫ | તારી ઇચ્છા મારી થાય, કંઈ નહિ ચાહું તુજ સિવાય; મારું હૃદય અર્પુ છું, તેમાં રાજ કરજે પ્રભુ. |
| ૬ | મારી સઘળી પ્રીતિ હું, તુજ ચરણ પર રેડું છું; મારું તન મન તારું છે, વિશ્વાસુ તું રાખ મને. |