298
૨૯૮ - આશીર્વાદ માટે પ્રાર્થના
| ભુજંગી | |
| (ગીતશાસ્ત્ર ૬૭) | |
| કર્તા: એમ. વી. મેકવાન | |
| ૧ | પ્રભુ, આશિષો દે અમોને કૃપાથી, ઉરે તેજ દે દિવ્ય તારી પ્રભાથી; |
| જગે તે થકી માર્ગ તારો જણાયે, અને સર્વ લોકો તણું ત્રાણ થાયે. | |
| ૨ | પ્રજાઓ સહુ તુજ આભાર મને, અને હર્ષથી તુજને ગાય ગાને; |
| ખરો ન્યાય સૌનો પ્રભુ તું કરે છે, કરે રાજ્ય વિશ્વે વિભુ તું ઠરે છે. | |
| ૩ | પ્રભુ, સ્તુતિ તારી સહુ લોક ગાશે, મહા સ્તુત્ય, તું સૌ સ્થળોમાં મનાશે; |
| ફળો ખૂબ ભૂમિ થકી ઉપજાશે, અને આશિષો સૌ પ્રભુથી અપાશે. |