285
૨૮૫ - તારનાર પર ભરોસો
| સવૈયા સત્તાવીસા | |
| "I lay my sins on Jesus" | |
| કે શરણાગત | |
| કર્તા: જે. વી. એસ. ટેલર | |
| ૧ | ઈસુ ચરણે પાપો મૂકું, તે કરશે પરિહાર; |
| તે સહુ હરણ કરીને લેશે, ઉતારશે મુજ ભાર. | |
| ૨ | ઈસુ ચરણે દોષ જ મૂકું, તે ધોશે મુજ ડાઘ; |
| તન, મન, શુદ્ધ કરીને આપે પુણ્ય તણો શુભ ભાગ. | |
| ૩ | ઈસુને મુજ દુ:ખ જણાવું, તે ગુણથી ભરપૂર; |
| મનના વ્યાધિ સર્વ મટાડે, નબળું કરશે દૂર. | |
| ૪ | ઈસુ પાસે શોક જણાવું, સહુ ચિંતાનો બોજ; |
| ફલેશ તણાં સહુ કારણ કાઢી મને નિભાવે રોજ. | |
| ૫ | ઈસુ જેવા થાવું મારે, પ્રેમી, નમ્ર, દયાળ; |
| ઈસુ જેવા થાવું મારે, પિતા તણો શુભ બાળ. |